કોઈ તારો હાથ કેમ છોડે?
કોઈ તારો માર્ગ કેમ મૂકે?
તું ન સંન્યાસ માગતી;
ન સંસાર ક્ષમ્ય
ગણતી,
તું તો પક્વ આધ્યાત્મિક અભીગમ ભણી જીવાડતી…
તું ન વ્રત-તપ કરાવતી;
ન સુખ-સાહેબીમાં લક્ષ્ય સંતોષાવતી,
તું તો મન-હ્રદયમાં સમતા-મમતા ભરી જીવાડતી…
તું ન પોકળ કહેવાતી-ધાર્મિક
માન્યતાઓમાં રચાવતી;
ન પાપ-પુણ્યના; વગર આચરણના, માનસિક
હિસાબો રખાવતી
તું તો વ્યક્તિસ્વરૂપમાં ધરબાયેલ દિવ્ય-અંશને પ્રમુખ કરી જીવાડતી…
મા! તારી અકળ-અદમ્ય કૃપા કેવી
તો સમૃદ્ધ, સબળ, સશક્ત કે
ભલભલા કટ્ટર મનોવલણો ને કઠોર ભાવવિહીનતાને
તું નર્મળ, મૃદું, સંવાહક બનાવી, સ્મરણ-સમર્પણના આચરણમાં જીવાડતી…
આ દિન મનાવે જે તારો આજે , એને તું
તો જન્મોજન્મ પર્વ-પવિત્ર
જીવાડતી
મા! તું તો કરુણામયી! ‘મોરલી’ના કોટી
કોટી વંદન સ્વીકારતી ને જીવાડતી!
અહોભાગ્ય મા!
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૦, ૨૦૧૪
No comments:
Post a Comment