આ ભ્રહ્માંડ તારું, આ વિશ્વ તારું!
ગગન સમાંતરે ક્ષિતિજમાં
દેખાતું ઊજળું પરોઢ તારું!
દેખાતું ઊજળું પરોઢ તારું!
સમયની સાથે પાંગરતું,
સૂર્યોદય મઢ્યું આકાશ તારું,
સૂર્યોદય મઢ્યું આકાશ તારું,
જ્યાં લઈ જાઓ આ મન-પાંખોથી,
આ ઊડતા પંખીને અંતર-અવકાશ મળ્યું તારું!
આ ઊડતા પંખીને અંતર-અવકાશ મળ્યું તારું!
ધરતી પર રેલાતા અગમ-પ્રકાશ ભર્યા
કિરણોમાં ઊગમતું વર્તમાન તારું,
કિરણોમાં ઊગમતું વર્તમાન તારું,
જ્યાં લઈ જાઓ આ દેહ-સ્વરૂપને,
ક્ષમતા સાથે બુદ્ધિમાં સુકાન મળ્યું તારું!
ક્ષમતા સાથે બુદ્ધિમાં સુકાન મળ્યું તારું!
ગતિચક્ર સાથે ઊભરાતી લહેરોમાં,
ભરતીનાં ઉછાળ ભર્યું સાગર તારું,
ભરતીનાં ઉછાળ ભર્યું સાગર તારું,
જ્યાં લઈ જાઓ આ ભાવ-વહાવને,
આ લચીલા વલણને પ્રવાહમય હ્રદય મળ્યું તારું!
આ લચીલા વલણને પ્રવાહમય હ્રદય મળ્યું તારું!
ભ્રહ્માંડ ની પેલે પાર જીવાતા
ચેતના સ્તરોમાં વિહરતું ઊંચેરું વિશ્વ તારું!
ચેતના સ્તરોમાં વિહરતું ઊંચેરું વિશ્વ તારું!
જ્યાં લઈ જાઓ આ અભિપ્સા-ઊડાનથી,
આ મનુષ્યજીવને અદ્રશ્યજગતમાં દિવ્યરખવાળું મળ્યું તારું!
આ મનુષ્યજીવને અદ્રશ્યજગતમાં દિવ્યરખવાળું મળ્યું તારું!
ને આ ઊગતી પ્રભાત-સ્તુતિ
ભરી સવાર સાથે
‘મોરલી’ને શુભ આશીર્વચન મળ્યું તારું!
‘મોરલી’ને શુભ આશીર્વચન મળ્યું તારું!
પ્રણામ!
-
મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૧૮, ૨૦૧૪
No comments:
Post a Comment