ઓ નીલકંઠધારી! આજ મહાશિવરાત્રી!
નમું હું સાષ્ટાંગદંડવત ઓ ત્રિશુલ-સર્પ-જટાધારી!
સૃષ્ટિ ઊગારક! અસુર વિનાશક!
તવ ચરણોમાં સર્વ ઉજાગર!
ગ્રહણ કરો સહુ અ-દૈવ ઓ ઉપકારક!
જીવન-જન્મ-વિધી-વિધાન પણ તમશરણે બધું શુધ્ધ! ઓ ઉદ્ધારક!
ઓ શિવ-શંભો! સ્તુતિ
તમારી નિશદિન સાર્થક,
બ્રહ્માંડના બસ! એક ત્રિનેત્ર ધારક!
પ્રચંડ-પાંગળું,
અતિ-નહિવત ઝીલતા સર્વ ઓ
ગંગાધારક!
યોગ્ય-અનુરૂપ જીવન બક્ષો, સર્વમાં જીવંત ઓ કારક!
મહાદેવ હર માનવ મન ને અંતર મહી પાવત,
ક્ષમતા હર એક-એકમાં
એ તમ જાણત,
'ૐ નમઃ શિવાય'નો નાભિ-નાદ રક્ષાત્મક,
સર્વસ્વ, સર્વરૂપ, સર્વપ્રભાવી, ઓ જગતકારણ!
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સંસારના સર્જક, વાહક ને ઓ વિસર્જક!
ત્રિભુવન ત્રિવિધ રૂપ-ગતિમાં એક અદભૂત ઓ ભોળાનાથ અદ્વિતીય!
ઓ નટરાજ! ઓ હાટકેશ! ઓ શિવ-શંકર!
‘મોરલી’ આપની સદૈવ નેક ઉપાસક …
પ્રણામ પ્રભુ!
-
મોરલી પંડયા
ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૪
No comments:
Post a Comment