શાંતિ આપે મનમંદિરમાં સમજ સાથે સમતા ભેગી,
પ્રભુ હ્રદયમાં વાસ-સ્થાનની થાય જગ્યા જેવી…
ઊલટ-પલટ, તપાસ, હિસાબ, ઊંચ-નીંચ, ક્રોધ-વિરોધ કોરે મૂકી,
લેવડ દેવડ પ્રેમ-અપેક્ષા, લોભ-લાલચ, લાલસા-કામના સ્વાહા કરી…
નિઃશેષ સમર્પણ,
નિઃશબ્દ સ્મરણ,
નિષ્પક્ષ આચરણ,
નિર્વિરોધ સ્વીકાર દરક્ષણ મહી
પ્રભુ-પરમ ક્યાંય ન રાખે ત્યારે; કશુંય ન લે કે મૂકે - પાછું કે
બાકી…
પસંદગી ફક્ત પ્રભુ શરણની! ને બદલે મન-પ્રાણ કેરી લોભામણી મહત્વાકાંક્ષા
તણી,
પામે પ્રભુ ચરણના આશીર્વાદ થકી બધીયે મનોકામના પ્રભુ-પ્રસાદ
બની…
પ્રેમ, સત્ય, નીરવતા, સ્વસ્થતા, સ્થિરતા, પ્રકાશ, સૌંદર્ય ને સઘન શાંતિ,
પામે, જીવે, શ્વસે બધુંય જન્મોજન્મ સુધી પ્રભુકેરી
વરસે કૃપા જેવી...
આ જીવ સંગે સાથ મળે, અનુસંધાન રહે એમને પણ જીવંત સંસાર થકી, ને ‘મોરલી’
પ્રભુને પણ જીવવા માટે મળે આથી શું વધું ઉત્કૃષ્ઠ સાધન, માધ્યમ
એથી?
સાભાર, સાદર પ્રણામ
પ્રભુ!
-
મોરલી પંડયા
ફેબ્રુઆરી ૨૩, ૨૦૧૪
No comments:
Post a Comment