જે ખુદને માનતો નથી એ વિશ્વાસની પરખ જાણતો નથી…
જેને ખુદની કદર નથી એ બીજાની દરકાર કરતો નથી…
જે ફક્ત શંકાનો માર્ગ અપનાવી બુદ્ધિ સામર્થ્યને પામે છે,
તે હ્રદય ઊંડાણથી પ્રગટતા આત્માજ્ઞાનની ઊંચાઈ કદી જાણવા પામતો
નથી…
જે જ્ઞાન, કર્મ, ભક્તિનો યથા યોગ્ય સમન્વય જીવી જાણતો નથી,
તે પ્રભુ પ્રેમ-વિશ્વાસની
સમૃધ્ધિ, આશીષ કદી
સમજી-માપી-પામી શકતો
નથી…
અરસપરસમાં વિશ્વાસ, પ્રભુભેટ જીવનને યોગ્ય પહેલું પગથિયું!
પણ જ્યાં વિશ્વાસની
ખોટ ત્યાં પછી ‘મોરલી’
પ્રભુકૃપા છતાં બધુંય
જીવન નર્યું બસ એક બંધન!
આભાર… પ્રણામ… પ્રભુ! …
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૯, ૨૦૧૪
No comments:
Post a Comment