છાતી મધ્યે કેવો સુંદર પ્રાણ-અગ્નિ!
આને-તેને દેખી દેખીને
ફરી-ફરી પ્રજવળતો!
તમ અર્પણથી નીકળે નીરવતા, એ જ્યારે
સમતા ઓઢી આવે,
દઝાડતી જ્વાળાને ઠારે, સ્વસ્થ માધ્યમ બની સ્વરૂપને ઊગારે…
જ્ઞાન-વાત્સલ્યની સરવાણીથી હ્રદય એને શમાવે,
કહ્યાગરો બની આત્માચિંધી રાહ પર ચાલ્યો આવે…
નવીન, સકારાત્મક
સર્જન લઈ અજવાળું ચીંધતો આવે,
આત્મા-માર્ગે ચુપચાપ ગતિ ને દિશાને અનુસરતો આવે …
મનને સહાય-સંતુલિત
કરતો, પ્રેમને સમર્પિત થાતો,
પ્રભુ-પ્રેમની જ્યોત મહી રૂપાંતરીત થાતો, જીવનને કરતો…
પ્રભુ, તમારો જ
અંશ, પછી તમથી જ જીવનમાં સંમિલિત થાતો…
આભાર... ‘મોરલી’ના…પ્રાણ-સ્વરૂપને
પ્રણામ!
-
મોરલી પંડયા
ફેબ્રુઆરી ૧૭, ૨૦૧૪
No comments:
Post a Comment