સૌંદર્ય ફક્ત સ્મિત પૂરતું જ નહીં,
મુખ પર પણ છલકે,
જો મનમાં હોય મુંઝારો તો હાસ્ય પણ પરાણે બની મલકે …
સૌંદર્ય ફક્ત દેહ પૂરતું જ નહીં,
દેહ વગર પણ છલકે,
જો નિયત-ભાવ હોય સાફ તો ઔદાર્ય હોઢ પર પ્રગટે…
સૌંદર્ય ફક્ત સૃષ્ટિમાં જ નહીં,
સમસ્ત સમષ્ટિમાં પણ છલકે,
જો દ્રષ્ટિ-સમજ હોય પક્વ તો આંખો ધરાય ને ભરાઈને ઉમટે...
સૌંદર્ય ફક્ત અભિવ્યક્તિમાં જ નહીં,
અનંત-બ્રહ્મમાં પણ વિસ્તરે,
જો જીવનકર્મો હોય અકર્તા તો પર્યાપ્ત! ‘મોરલી’ અસ્તિત્વ
પણ પવિત્ર મહેંકે…
-
મોરલી પંડયા
ફેબ્રુઆરી ૨પ, ૨૦૧૪
No comments:
Post a Comment