Tuesday, 11 February 2014

ત્યારે શું થાય?...

તમને ખબર છે ત્યારે શું થાય?

કોઈ પોતાના હ્રદયને વારંવાર ઢંઢોળે ને
તમે તમારા હ્રદયમાં સમાવી દો!


કોઈ ઊકળતા પ્રાણતત્વોને વારંવાર ઠપકારે ને
તમે તમારા શાંતસ્વરૂપમાં ઉપાડી દો!

કોઈ બેકાબુ વિહરતા મનને ઘડીયે ઘડીએ વારે ને
તમે તમારા ઉર્ધ્વ પ્રદેશમાં ઘૂમવાને મોકળાશ દઈ દો!

કોઈ જ્યારે તમારા ચરણસ્પર્શ કરે ને
તમે તમારા ખોળામાં બેસાડી દો!

કોઈને તમારું સતત નામસ્મરણ થાય ને
તમે તમારી સાથે અરસપરસમાં વાર્તાલાપ મૂકી દો!

કોઈ તમને સદૈવ જીવન-અર્પણ કરે ને
તમે આ જીવનમાં તમારી જગ્યા જ બનાવી દો!

ત્યારે પછી સાચૂકલો, ભાવવિભોર આભાર ને
ભાવુકતાથી પ્રણામ, નમન થઈ જાય,
બાકી 'મોરલી'નું શું ગજુ કે...પ્રભુ!


-         મોરલી પંડયા
ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૪


No comments:

Post a Comment