Sunday, 2 February 2014

તો આને શું કહો???

ક્યાંય ન દેખાય દૂર સુધી, આશાની પણ મીંટ થાકે, કશુંય ન જડે અંદર ટકવાને,
બસ! હવે આમ જ! આવું જ! રહેશે; માની માણસ જીવન હાર સ્વીકારે,
ને ત્યાં અચાનક વળાંકે ફાંટો, જીવનપથ બની ફૂલે ફાલે ને વિસ્તારે,
તો આને શું કહો?

ક્યાંય સુધી માણસ મન-વિશ્વ થકી વ્યસ્ત! ઉલટ પલટ તપાસે,
આ-તે કે પેલુ ઉમટેચક્કર ચક્કર ભમે ને છતાંયે કોઈ ન ક્યાસ કાઢે ,
અચાનક મસ્તક-તાળવે મનસપટલ ખૂલે ને સત્ય બહોળું શાંતિ ધરી વિસ્તારે,
તો આને શું કહો?

ક્યાંક અસહમત છતાં માણસ ઇચ્છા, કામના, વાસના ના પ્રાણપ્રદેશે ઝઝૂમે,
આવેગ, અધૂરપ, ઇર્ષા, ક્રોધ કેરી અગનજાળ બનાવે, દેહ અસ્વસ્થ પામે,
અચાનક કોક ખૂણેથી વિદ્યાશક્તિ અગન ભભૂકતો ઠારે, સ્વચ્છ-સમભાવ વિસ્તારે,
તો આને શું કહો?

ક્યાંક વર્ષો સુધી જાત પ્રપંચમાં વિરહતો, ખટપટ ને છળકપટનો માણસ!
અચાનક ક્યાંક એક ઝટકો, તક! સ્વખોજને ઢંઢોળે, બધીયે જાત-રમત છૂટે-છોડે,
બસ, પછી આત્મા કેરી નિર્મિત ગતિમાં શેષ જીવન હોમે, વહેંચે, વિસ્તારે,
તો આને શું કહો?

પ્રભુકૃપા! 'મોરલી'ના વંદન

             - મોરલી પંડ્યા
                ફેબ્રુઆરી ૩, ૨૦૧૪


No comments:

Post a Comment