જ્યાં વિગતને માફી નથી
ત્યાં હંમેશ અણધાર્યા સંજોગ, ને એમાં ભૂતકાળનું ચક્કર ઊભું થાય છે...
જ્યાં ભવિષ્યની ચિંતા છે
ત્યાં હંમેશ વણનોતર્યા ઘટનાક્રમ, ને એમાં અસલામત ભાવિ દેખાયા કરે છે...
જ્યાં વર્તમાનને પૂર્ણ ન્યાય નથી
ત્યાં હંમેશ ભૂતકાળનો રંજ અને ભાવિમાં ડંખ જીવાતા રહે છે...
તો આ વર્તમાન એટલે?...
વર્તમાન એટલે સ્વાસ્થ્ય, આનંદ ને શાંતિ
સાથે હર ઘડી સભર,
સંતુષ્ટ ભૂતકાળની ઉપજ, ને સંતુલિત ભાવિની કૂંપળ,
પોતીકીજાત સાથે પ્રભુ-સત્સંગ પળ, ને પરમ
સત્ય પ્રવાહ સાથે વહેવાની એક તક,
વર્તમાન એ તો અંદરથી બહારની ગતિમાં જીવાતા સમયનું માપદંડ છે,
સમસ્ત, સર્વસ્વ, સર્વરૂપ, સર્વપ્રભાવી શક્તિ સાથે અરસપરસ ને જોડતો
તંતુ છે,
અહીં બધુંય સાંગોપાંગ-એ સમજને તાદ્રશ્ય અનુભવવાનું બળ છે,
વર્તમાન એ તો પ્રભુ દીધેલ શ્વાસને સમજવાનો અવસર છે,
ને સાથે ઊભરાતી પ્રભુકૃપાને વધાવવાનું પરિમાણ છે,
આ વર્તમાનમાં 'મોરલી'ના સમયગતિને સાદર પ્રણામ, આભાર છે...
-
મોરલી પંડયા
ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૪
No comments:
Post a Comment