Monday, 10 February 2014

ક્યાં કોઈ હું છે જ?...

આમાં ક્યાં કોઈ હું છે જ? મા!

ઉર્ધ્વમાંથી ટપકે મસ્તિષ્કમાં ને
શબ્દ પ્રસાદ થઈ સમજાય-વહેંચાય-ઝીલાય,
આ તો થયું ફક્ત વાહકનું કામ... આમાં ક્યાં કોઈ હું છે જ?...

સર્વ પ્રત્યે સમભાવ ને દ્રષ્ટિમાં હંમેશ તમભાવ
અશ્રુ પ્રસાદ થઈ રેલાય-કૃતઘ્નતા થી અર્પણ થાય
આ તો થયું ફક્ત ભાવધારકનું કામ... આમાં ક્યાં કોઈ હું છે જ?...

જીવતરની ફરજ ને જવાબદારીમાં ભૂમિકા સાથે સંજોગ ગોઠવાય!
યોગ્ય વિચાર, વાણી, વર્તન, વ્યવહાર બસ! એમજ અચાનક થાય!
આ તો થયું ફક્ત કર્મકારકનું કામ આમાં ક્યાં કોઈ હું છે જ?...

મોરલીને તો હું, તું ને સર્વત્રમાં;
બસ, તું જ તું છો! સહર્ષ આભાર મા!

- મોરલી પંડ્યા

      ફેબ્રુઆરી ૧, ૨૦૧૪

No comments:

Post a Comment