હે પ્રભુ, તમારી મોરલી! હતી તમ વગર કોરી ને કોરી
તમે શ્વાસ પૂર્યા, ઉચ્છવાસ
મૂક્યા
ને તમારા સ્પર્શે એ બની સુરીલી...
ત્યાં સુધી તો એ હતી ફક્ત વાંસળી! તમે એને ઓષ્ટ પર બેસાડી,
પોતીકી બનાવી ને આનંદ-વિષાદમાં અંગુલી ઘૂમાવી વગાડી
ને બનાવી કર્ણપ્રિય, તમ માધુર્યથી
ભરેલી…
ત્યાં સુધી તો એ હતી ફક્ત બંસરી! તમે એને
કમરબંધે બાંધી,
જીવનમાં અપનાવી ને સ્વરૂપનો અંશ બનાવી એકલતામાંય ગમાડી
ને બનાવી ઈતિહાસમાં તમ સંગિની…
પ્રભુ, તમારી બીજી
પણ એક ‘મોરલી’! તમે તો
એને હ્રદયમાં બેસાડી!
દ્રષ્ટિ, સૃષ્ટિ, સમષ્ટિમાં તમ લય દેખાડી, જીવન-પરખના
રાગ ગવડાવી
ને બનાવી તમ સૂરેસંગે સંતૃપ્ત આતમ ભુખ એની!
આભાર …પ્રણામ … પ્રભુ! …
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૮, ૨૦૧૪
No comments:
Post a Comment