પ્રભુ, આ કેવો
અદભૂત જન્મ દીધો...
પૂર્ણતાની ભેટ આપવા, કુટુંબ થકી તમારો અંશ જ મૂકી
દીધો!
કેવા માત-પિતાને પેટે!
જે સર્વ કાંઈ કરી છૂટે; ભોગ સાથે
અર્પણ કરી,
પ્રભુ ના જ છો ને એના કેવા રહેવું? તે શીખવે,
પ્રણામ હોજો એ પિતૃવાત્સલ્ય ને માતૃ પ્રેમ-પ્રાર્થનાને,
જે જ્યાં જે જીવન કે સ્વરૂપે ત્યાં પ્રભુની શાંતિ પામજો...
આ તે કેવું ભાંડુગણ!
બહેનો સાથે સખી બને ને સ્નેહ અવિરત વરસાવે,
મમ પિતૃતુલ્ય એમના સાથી, આત્મીયથી વિશેષ અધિકારની આપ-લે ચાલે
પ્રણામ હોજો એ ભગીની પ્રેમ-કદરને,
હોજો
ખુશમિત જીવન, વધુ સુવાસિત પામજો …
આ તે કેવો જીવનસાથી!
વધુ શું હોય સાથમાં જ્યાં ભીનાશ, દરકાર, ને હોય
સન્માન!
સદાય અરસપરસ મૂક સહમતિ ને હોય જીવન મોકળાશ!
પ્રણામ હોજો એ વ્યક્તિ-વિશેષને, સંસાર તણા
વિશિષ્ટ સંબંધને,
આ અનોખા પ્રેમની સુવાસ સાથે જીવન સંપૂર્ણ પામજો…
આ તે કેવાં સંતાનો!
નિશ્ચિત, નિશ્ચિંત
જીવન-જીવતર થકી આ મમતાને ઊજાળે,
પળ-પળ ભરી દીધું આ જીવવું, પ્રભુ બાળ બની વહાલ વરસાવે-પામે
પ્રણામ હોજો એ સંતતિને, દિવ્યબાળ મહીં સદાય જીવંત!
જીવન સુવિદિત, સમૃધ્ધ, સક્ષમ, સફળ પામજો…
એ ઉપર બહોળું કુટુંબ! કેટલાય
સફળ, વિલક્ષણ પરિવારજનો!
વિધ-વિધ ક્ષેત્રે - સફળ, રુચિ, સમૃધ્ધ! અન્યોન્યને પૂરક!
વડીલ-બાળ સહુ
એકબીજાથી કંઈક નવું શીખવા પ્રોત્સાહે-પ્રેરે
પ્રણામ હોજો એ સહુને, જીવન શુભેચ્છા, શુભાષિશથી
ભરપૂર પામજો…
ધન્ય થયું આ જીવન જ્યાં પ્રત્યેક સંબંધ ફળદ્રુપ; ફૂલેફાલે, ને તમ
ભેટ જ લાગે!
ભળ્યો તમ અતૂટ સંગાથ એમાં
તો આ ભવમાં ‘મોરલી’ ને બીજું
શું બાકી લાગે! આભાર…
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી
૬, ૨૦૧૪
No comments:
Post a Comment