કાન્હા, આજે તને
ચંદનનો લેપ લગાડું ને પંચામ્રુતથી સ્નાન કરાવું,
તને કેસરીયા વાઘા પહેરાવું ને મોરપીંચ્છ સહિત મુગટ પહેરાવું,
તને પારણામાં ઝુલાવી હાલરડા ગાઉં ને વારી વારી ઓવારણા લઉં,
આજ તો તારી સંગ જશોદા થાઉં, તારી સાથે ગાયો ચરાવતો ગ્વાલ બનું, ને
તારા તાલે રાસ રમતી ગોપી થાઉં, તારી મોરલીના સૂરમાં ભાન ભૂલી રાધા થાઉં,
તારી ભક્તિના તાનમાં મસ્ત બનતી મીરાં કે ભોળો નરસિંહ થાઉં,
કાન્હા, તું દ્ધારકાધીશ, અર્જુન સારથિ ને પુર્ણપુરૂષોત્તમ પણ તું જ,
તારા કેટલા રૂપ સ્વરૂપ ઝંખી રહું, ભક્તિભાવે અશ્રુભીની આંખે તુજને નિરખી રહું,
ને બસ! તારા જ સંગમાં, તારા જ પ્રેમમાં, તેં જ આપેલું જીવન વધાવતી રહું.
-
મોના ઠક્કર
જાન્યુઆરી ૩૦, ૨૦૧૪
No comments:
Post a Comment