આજ વધાવો, મારે આંગણે પધાર્યા મા!
સંગે પરમ પ્રભુસ્વરૂપો લઈ પધાર્યા મા!
હું બાવરી! તન સ્વચ્છ, મન ચોખ્ખું, ઉર ભીનું લઈ દોડું,
આરતી-ફૂલ બધુંય ભૂલી ફક્ત ‘આ જણ’ થઈ દંડવત
નમું…
શ્રી ગણેશજી મક્કમ ચાલે વિઘ્નો, અંતરાયો, અડચણો કુચડતાં પધાર્યા,
શ્રી હનુમંત સ્થિર ભાવે રક્ષા કેરો કવચ બની પધાર્યા,
શ્રી શિવજી સર્વ વિનાશક તત્વોને કંઠે ધરી પધાર્યા,
શ્રી કૃષ્ણ કરુણા સ્વરૂપે નવસર્જન લઈ પધાર્યા…
એ સર્વ, એક જ ઊર્જા! એક જ ચેતના! એક જ સત્ય! એક જ પૂર્ણસમસ્ત!
અહો! આ શું ભાવ કહું, વિચાર, જ્ઞાન કે પરમઆશીષ!
આવો, સર્વસ્વરૂપે! આપથી જ છે આ, આપનું માની બિરાજો!
મમ તુચ્છ જીવ સંગે તમેજ તમ થઈ, તમોને જ વધાવો!
તવ ચરણે ‘મોરલી’ના સાષ્ટાંગ
દંડવત પ્રણામ સ્વીકારો…
- મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૫, ૨૦૧૪
No comments:
Post a Comment