Saturday, 15 February 2014

કેવી સત્યગતિ!...

આતે કેવી સત્યગતિ!  

સંતોષ નથી, ત્યાં અધૂરપ નહીં!
પણ સત્ય-પ્રગટ સાથે, ધીરજની ગતિ!

સંપુર્ણતા નથી, ત્યાં અપૂર્ણતા નહીં!
પણ સત્ય-ધારણ સાથે, સાભાર-સમર્પણની ગતિ!

પ્રભુ-પ્રેમ નથી, ત્યાં ફક્ત સ્થૂળ-જીવન નહીં!
પણ સત્ય-જીવન સાથે, નિષ્ઠાની ગતિ!

સાતત્ય નથી, ત્યાં વાકકુવત નહીં!
પણ સત્ય વાણી-ઉચ્ચાર-ઉદ્ગાર સાથે, સામર્થ્ય ની ગતિ!

અસ્તિત્વ-પ્રકાશમય નથી, ત્યાં અંધકારમાં ડૂબેલ નહીં!
પણ સત્ય-અંશ ઉગવા સાથે, પરમ પર વિશ્વાસ ની ગતિ!

સક્ષમ-સમજ નથી, ત્યાં અણસમજ નહીં!
પણ સત્ય-દ્રષ્ટિ સાથે, પરખ-પારખી કેળવણીની ગતિ!

જ્યાં સમસ્ત સમાયેલ નથી, ત્યાં ફક્ત વ્યક્તિ સ્વરૂપ નહીં મોરલી’!
પણ સત્ય-અવતરણના અવકાશ સાથે,
એની યોગ્યતા-પાત્રતા એ પણ સત્યગતિ જ છે

-         મોરલી પંડ્યા

         ફેબ્રુઆરી ૧, ૨૦૧૪

No comments:

Post a Comment