Sunday, 31 August 2014

Oh Dear Lord!

What would have happened?

If you would not have left enlighten Knowledge and
Accessible consciousness for the world!

If you would not have left your own experiences and
Interpretations of ancient scriptures for the human kind!

If you would not have left behind the treaded path beyond
Self realization and Nirvana or mental liberation of spiritual man!

If you would not have left your proved and practiced theory of
Descend of protective force in response to intense ascend of aspiring call!

If you would not guide from and reside in man’s heart and
Make the intellect capable to receive those powerful indications!

No Lord…Not any more…as your kindness and grace…
Always at work…bows ‘Morli’ with thanks…

-         Morli Pandya
August 31, 2014



Saturday, 30 August 2014

વર્ષાની છે...


વર્ષાની છે રેલમછેલ
પણ ધરતી નીર માંગે છે
ભર્યાં ભર્યાં છે છોડ
પણ હવા સુગંધ શોધે છે
છલ છલ છલકે જળ
પણ નદી વહેણ ઈચ્છે છે
ભીનું ભીનું છે દિલ
પણ સામો આવકાર માંગે છે
પાનખરી બન્યું છે મન
પણ આંખો આંસું શોધે છે
વસંતબહાર છે સુખ
પણ આત્મા શાંતિ ઈચ્છે છે

-                      મોરલી મુનશી

ઓગસ્ટ ૩૧, ૧૯૮૭

Friday, 29 August 2014

Time heals…


Time heals…anything and everything…
Now or perhaps tomorrow or latter, so peace…

If not attended or imprisoned by mind
Then all, just bygone, though once intensely lived…

The episode, expressions, emotions all that linked to particular,
Then were just perceived, so let it all leave…

For any matter, nature has its own course
Then will be taken up, so just be and believe…

Wiser to attend ‘Morli’ that which strengthens and empowers
Then something never can be cherished…

-         Morli Pandya
August 29, 2014





Thursday, 28 August 2014

ૐ શ્રી ગણેશાય નમઃ


ઓ શ્રી ગણેશ! ઓ ગૌરીશિવ પુત્ર!
દિન આજ તમારો ઊજવે વિશ્વ

વિનાયક, ગજાનન, ઓ વિઘ્નહર્તા!
બુદ્ધિ સંગ રિદ્ધિસિદ્ધિ બક્ષતા

પૂજા, શિક્ષા, યજ્ઞ કે કોઈ કાજ,
આરંભે તમ સ્મરણ હોય સદાય

મર્યાદા, વિઘ્ન, અડચણ, વિલંબ,
આજ ઓગળે સંગ ચતુર્થી-વિસર્જન...

ધરાવું આપને ચરણે મોદક ને મનન!
સ્વીકારો; પ્રસાદ ને મોરલી નમન!

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૮, ૨૦૧૪

Wednesday, 27 August 2014

આ જીવન એટલે...


જીવન એટલે આભાર અને અનુભૂતિનો સમન્વય,
અજોડ અનુભવ!

જીવન એટલે ભાવભીનું ને ઊર્ધ્વ અભિમુખ ભીતર,
અનન્ય અવલોકન!

જીવન એટલે સમૃધ્ધિમય સમર્પિત અસ્તિત્વ,
અમૂલ્ય જન્મ પ્રબંધન!

જીવન એટલે મોરલી સ્થૂળથી સુક્ષ્મ સફરની પૃષ્ઠભૂ,
અસીમ સમસ્ત પરિચય!

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૭, ૨૦૧૪


Tuesday, 26 August 2014

Life is...


Life is a perfect opportunity…
If one explores every moment has inbuilt possibility…

One’s attitude and approach opens up awaited feasibility…
Utilized every instant has increased probability…

Without effort one never knows, own suitability…
With every error, one position with, earned credibility…

Un-hold, non-passive – all actions lead to revealing productivity…
Then chose to wait yet hope without any purposive activity…

Lord blesses the one who does whatever best in ones ability…
Showers the deserving ‘Morli’ with grace, the one with pure intentionality…

-         Morli Pandya

August 26, 2014

Monday, 25 August 2014

Express its world!

Ma…Let your Grace express its world!
Let that inside within manifest its own happening…

Let the established mental silence speak,
Its own significant language and meaning…

Let the settled vital peace conduct with
Its own calm approach and pragmatic perspective…

Let the soul, the forefront-er, lead
Its own purpose and journey in very life for divine offering…

Let all be; received and understood by every intellect
And felt grateful for the diffuse grace in entire being…

-          Morli Pandya
August 25, 2014


Sunday, 24 August 2014

લોઢું બનીને...


લોઢું બનીને પ્રહાર કરે તો
પણ મક્કમતાને નહીં ડગાવી શકે,
આ તો નશો છે ટકી રહેવાનો,
એને કોઈ થપાટો નહીં તોડી શકે

ઉબડ ખાબડ અંતરિયાળ જોજનો!
તો પણ લક્ષ્ય નહીં બદલી શકે,
આ તો નશો છે કેડી ખેડવાનો,
એને પછી કોઈ જંગલ નહીં ભૂસી શકે

નીકળ્યાં જ છીએ હવે! મોરલી તો
પાંસરું નીકળવું નહીં રોકી શકે,
આ તો નશો છે શ્રધ્ધા-કૃપા-વિશ્વાસ ભર્યો,
એને કોઈ દુન્યવી રીતો નહીં ભૂલાવી શકે

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૪, ૨૦૧૪


Saturday, 23 August 2014

A moment in silence...


A moment in silence,
The entire remains, without any question or reaction!

Just a hold, little longer,
The entire stays mute, without any What, Why, How or However!

The above-within, like a held mirror,
The entire reflects, without any particular or preference!

Shows the soul-self a soft indicator,
The entire; ‘Morli’ lit up with that drop, now a sincere receiver!

-          Morli Pandya

August 23, 2014

Friday, 22 August 2014

વાત કરું ને...પછી કરું વાત તમને...

મોરલાં ટહૂક્યાંની વાત કરું ને
પછી પિછાણ થયાની તમને વાત કરું,
વીજળીઓ ચમક્યાંની વાત કરું ને
પછી કરું વાત દિલનાં ચમકારની.
કૂંપળ ફૂટ્યાંની વાત કરું ને
પછી અંકુર ફૂટ્યાની તમને વાત કરું,
વાદળ વરસવાની રાહ જોઉં ને
પછી જોઉં રાહ-વાટ અવસર-મિલનની.
ડાળીઓ ઉગ્યાંની વાત કરું ને
પછી દરિયાઓ ઊમટ્યાની તમને વાત કરું,
કળીઓ ફૂટ્યાં વાત કરું ને
પછી કરું વાત ઈનકાર-એકરારની.
ફૂલડાં ખીલ્યાંની વાત કરું ને
પછી સંબંધનાં બંધનની તમને વાત કરું,
વૃક્ષસમ પૂર્ણતાની વાત કરું ને
પછી કરું વાત સાંસારિક સ્વજનનાં સાથની.

ને પછી શું વાત કરું લીલાંછમ ઉદ્યાનની
કે પછી શું વાત કરું મઘમઘતા સંસારની

-         મોરલી મુનશી
ઓગસ્ટ , ૧૯૮૭


Thursday, 21 August 2014

આસુંની...


આસુંની પણ એક આગવી ઓળખ હોય છે.
ભલે બધાં સ્વાદે ખારાં, પણ જુદાં જુદાં ભાવોની, એમાં વાત હોય છે.

દુઃખની સાથે એનો બહુ અતૂટ નાતો હોય છે,
અસહ્ય લાગે, પછી માણસને એનો જ સહારો હોય છે.

સુખમાં એ જ્યારે વહે, ત્યારે ખુશીનો ભરાવો હોય છે,
અતિરેકમાં ઝિલાયેલું ઘણું, અવ્યક્ત બની, એમાં વહેતું હોય છે.

અહંકાર જ્યારે ઓળગે ત્યારે જાતજોડાણનો એ જ એક દેખીતો પુરાવો હોય છે,
અન્યોની વેદના-પીડામાં, સજળ થતાં નેત્રોમાં એ જ કરુણા હોય છે.

તીવ્ર અભિપ્સામાં રત યાચકનાં હ્રદય પોકારનાં એ જ સાક્ષી હોય છે.
પ્રભુદત્ત; ધરપત અને સુરક્ષાની ઊજવણીમાં એની અચૂક હાજરી હોય છે.

અદમ્ય દિવ્ય આનંદમાં લયલીન, વિલીનને પણ એ જ વાચા હોય છે,
ને મોરલી પ્રભુકૃપાની અનુભૂતિમાં પણ શબ્દ નહીં, અશ્રુધાર જ હોય છે


-         મોરલી પંડ્યા
ઓગસ્ટ , ૨૦૧૪



Wednesday, 20 August 2014

Nervousness...


Nervousness is a belly based phenomenon,
Does not mean fearful or frightened but sign of alert…

The one is made cautious of the atmosphere
Within and of outside, self and people involved…

Take it as a sure sign of productive result, especially
When nothing shakes simultaneously inside chest…

Indicates that one is receptive, open and willing,
Flexible and ready ‘Morli’ in context to adapt…

- Morli Pandya

August 20, 2014

Tuesday, 19 August 2014

સમાંતર અસ્તિત્વ!

ચામડીને ઠંડા પવનનો સ્પર્શ
એ સ્પર્શને અનુભવતી બુદ્ધિ
એ બુદ્ધિના અનુભવવાની નોંધણી
એ નોંધનું નિરીક્ષણ
એ અવલોકનનો આનંદ
એ આનંદની અનુભૂતિ
એ ભાવનું અગદ્યાપદ્ય ગઠન
એ ગોઠવણનું વાંચન

એનો અદમ્ય અહોભાવ!
ભાવનાઓ, નોંધો, પળોનું સમાંતર અસ્તિત્વ!

એ બધું એક સ્વરૂપમાં ને કદાચ જૂજ ક્ષણોમાં!
ને એ સર્વેનું, સર્વે-સંગ પ્રભુ સ્મરણ-અર્પણ…‘મોરલીનમન

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૯, ૨૦૧૪


Monday, 18 August 2014

Becoming Individualistic, is a phase!


Sooner or later, ties up one in its own mental trap,
Looks very unique yet illusionary, just a state…

May give pleasure, power, perception and freedom
One gets to know how temporary, conditioned the pseudo game…

Find one in deal of happiness, joy, peace and pure love for
This haste, insatiate, ever thirsty run for fame and false mandate…

That unleashing now easy to attain than centuries ago but
Path beyond this stage, also made known and much traveled …

The aim of this sense is union; the merger followed by being sole,
The ultimate dilution of individual in to the Supreme Divine Soul…

-Morli Pandya
August 18, 2014


Sunday, 17 August 2014

કેમ કરીને વીસરું કે;


તમે જ આ જીવને આ સદીમાં આવકાર આપ્યો,
એને કંઈક જન્મ-ચક્રોમાંથી જીવવાને વિષય આપ્યો,
એની પ્રગતિ-ગતિ માટે આ વિશ્વ આપ્યું,
એના વિકાસ-પ્રવાહને જોઈતો વેગ આપ્યો,

ને એથી જ તો,
એના માત-પિતા બની બાલસ્વરૂપ આપ્યું,
કુટુંબ-મિત્રો સંગ જીવન સુકાન મળ્યું,
મા-પ્રભુનું અનુસંધાન પુનઃજીવિત પામ્યું,

મોરલી ન ભૂલે કદી એ જન્મદાતા અને
હશે એવા કંઈ કેટલા પૂર્વજન્મોના!
એ સર્વને અંતઃકરણથી વંદન...
અર્પણ... ઓ પ્રભુપરમ...

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૭, ૨૦૧૪


Saturday, 16 August 2014

હે શ્રીકૃષ્ણ! તમ પારણું આજ ઝુલાવે વિશ્વ...

ગોવિંદ, માધવ, વાસુદેવ, કાનુડો, હરિ,
શ્રીકૃષ્ણ, પ્રભુ વિષ્ણુ, ઓ સર્વસ્વ! તમ રૂપો સંગે નામ વિવિધ

લીધાં સર્વે અવતાર, યુગે યુગે વિભિન્ન,
કૃષ્ણલીલા અદ્વિતીય, મનુષ્ય-ધર્મ કાજે, સદીઓથી પ્રચલિત

રુક્ષ્મણી, રાધા, ગોપી, મીરાં - દરેક સંબંધ, પ્રેમ-ભક્તિ અતિરિક્ત,
વ્રજ, ગોકુળ, મથુરા, દ્વારકા - દરેક ધરતી તમથી પાવન-પુણ્યશીલ

ભક્તિ જે ધરે, બાળ, શ્રીનાથ કે પુરુષોત્તમ કેરીસાચી, ચોખ્ખી,
તેં માન્યો જેને સુદામો, એના ભવોભવ મજબૂત, ભરપૂર ને સુનિશ્ચિત

હે પ્રભુ! હે શ્રીકૃષ્ણ! તમ પારણું આજ ઝુલાવે વિશ્વ, ‘મોરલી પ્રફુલ્લિત!
ને સ્વીકારો પ્રસાદ અષ્ટમીનો - પંચાજીરી ને પંચામૃત, સંગે મુજ પ્રેમ સમર્પિત

-         મોરલી પંડ્યા

ઓગસ્ટ ૧૬, ૨૦૧૪

Friday, 15 August 2014

Any setback...


Any setback, a milestone!
Means the journey still on, continues…

Not yet end of the road or sealed wall but
A necessary stumble to understand the block…

Do not hesitate, frustrate, blame or give up but
Have a conviction and work on, a way taking upward…

Nothing can stop when the inner urge! Mind you, not desire
Has initiated the course and been a self call…

Move and just move, rise upto the point and
Overcome, outdo or let go all the interruptions…

Take this on one’s stride as this confirms and
Helps to get firm that achievable, the goal…

That something which may not be seen now ‘Morli’
For sure makes the entire system for ever immune  and strong…


-         Morli Pandya
August 15, 2014



Thursday, 14 August 2014

સમય સાથે સમય પણ બદલાય છે...



હંમેશાં ધિક્કારાયેલો, ન ગમતો માણસ, અચાનક આપણી જરૂરે મદદ કરે છે તો ગમતો અને કામનો થઈ જાય છે.

વર્ષોથી દાળમાંથી આંગળી વડે બાજુ પર કઢાયેલી કોથમીર, અચાનક વાનગી ઉપર ભભરાવતાં, લીલાં રંગનો ગમતો શણગાર અને સ્વાદ થઈ જાય છે.

ઘરનાં કોઈ ખાનાંમાં પડી રહેલાં પાનુ-પકડ, પ્લમ્બર ન મળતાં અતિ રાહત આપતાં અને અગત્યનાં થઈ જાય છે.

સમય સાથે સમય પણ ભારે અથવા ઝડપથી જતો થઈ જાય છે.

આ બધાં છતાં સમય સાથે માણસ કેટલો બદલાય છે?
મોટાં ભાગનાં બદલાવ તો સમયનાં આપેલાં હોય છે.

એક છેડાથી બીજા છેડાનો અનુભવ કરતો માણસ!
પણ શું એમાં માણસનો જાગ્રત પ્રયત્ન હોય છે?...
કોઈ એક તરફ જવાની કે જરૂરી બદલાવ લાવવાની ભાવના
અથવા દાનત કેટલી હોય છે?

કેટકેટલી જિંદગીઓ અને ક્ષણો દરેક માણસ સાથે પણ જોડયેલી હોય છે.
આપણાં વલણો-વ્યવહારોની ગણતરી અને સરવાળા-બાદબાકી, બીજાનાં ગણિતને કેટલાં બદલતાં હોય છે તેની સભાનતા અને સમજ, પણ શું સમય ઉપર જ લાદવી રહી?
કે બીજાની તકલીફ અને વ્યવહારમાં ક્યાંક માણસે પોતાની ભૂમિકા અને વલણોને ચકાસવાં ને સમયને થોડી ક્ષણો પકડવો?

માણસ પોતાની ક્ષમતા અને સૂઝ સાથે પણ સમય સાથે બદલાઈ શકે છે.
અને સમયને બદલી પણ શકે છે.

જરૂર છે ફક્ત સમય સાથે સમય બનવાની ને એને બદલતાં રાખવાની...
પછી બધો જ સમય આપણો જ છે અને બધો બદલાયેલો સમય માણસની સમજ અને ક્ષમતાનું જ પરિણામ હોય છે.

- મોરલી પંડ્યા

ઓગસ્ટ ૧૪, ૨૦૧૪

Wednesday, 13 August 2014

O Intellect...

O Intellect! You are the processor
Of the input received for the output deliver
You do not generate, absorb or initiate…

O Brain! You are the vehicle
Of what to do on the bases of what’s been done
You do not instill, ignite or satiate…

In whatever term, one may say
Both are instruments of harmonised consciousness
At the mature end, in unified state and ‘Morli’ of divinized man…

-Morli Pandya

August 13, 2014

Tuesday, 12 August 2014

આ સર્જન વિશ્વ! આ સર્જનાત્મક વિશ્વ!

ક્ષણેક્ષણ સર્જતું, અહીં તો આ સર્જક વિશ્વ!

હાથ મૂક્યો એટલે કહેવાય અધિકાર!
બાકી અહીં તો અવિરત સર્જનમાં વિશ્વ!

નજરથી, જ્ઞાનથી સમજો કે ખૂંપો કર્મથી!
એ વગર પણ સતત અહીં તો સર્જનમય વિશ્વ!

ખોબો ભરીને; ઊલેચો કે લો આચમન!
આમ પણ બસ નિરંતર અહીં તો સર્જનનું વિશ્વ!

હું-મારું-અમે-અમારું-તમે-તમારું!
એ પછી પણ ઘણું બાકી, અહીં તો અમાપ સર્જનશીલ વિશ્વ!

મહાસર્જકના સર્જનમાં એક કણસમ માણસ, શું વિસાત?
મોરલી આ તો અનંતોમાં બનતું-તૂટતું-ઘડાતું સર્જન આ વિશ્વ

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૨, ૨૦૧૪