ચામડીને ઠંડા પવનનો સ્પર્શ…
એ સ્પર્શને અનુભવતી બુદ્ધિ…
એ બુદ્ધિના અનુભવવાની નોંધણી…
એ નોંધનું નિરીક્ષણ…
એ અવલોકનનો આનંદ…
એ આનંદની અનુભૂતિ…
એ ભાવનું અગદ્યાપદ્ય ગઠન…
એ ગોઠવણનું વાંચન…
એનો અદમ્ય અહોભાવ!
એ ભાવનાઓ, નોંધો, પળોનું
સમાંતર અસ્તિત્વ!
એ બધું એક સ્વરૂપમાં
ને કદાચ જૂજ ક્ષણોમાં!
ને એ સર્વેનું, સર્વે-સંગ પ્રભુ
સ્મરણ-અર્પણ…‘મોરલી’ નમન…
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૯, ૨૦૧૪
No comments:
Post a Comment