વાંચનનાં આરંભ
સાથે કલ્પના જગત ખૂલતું,
ક્યાંક અનુભવેલો સ્વાદ મળે તો ક્યાંક વિશ્લેષક મન પૂછતું…
શબ્દો-રચના કે વર્ણનની પેલે પાર અર્થસભર મત ઘડતું,
એ સ્વપ્નસમ વિશ્વની સ્મૃતિને જાણે મતિઘર મળતું…
જણ વાંચનાર, મન-ભાવથી એ
સૃષ્ટિમાં ખોવાતું,
વધુ લગનથી વાંચવાને હ્રદય એનું મથતું…
એ દુનિયા જ અલગ! પુસ્તક માયા જ
અલગ!
ગમે એટલું ઠેલો,
હડસેલો ‘મોરલી’ એ ચુંબક
બની ખેંચતું…
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ ૧૧, ૨૦૧૪
No comments:
Post a Comment