આ જીવન એટલે
આભાર અને અનુભૂતિનો સમન્વય,
અજોડ અનુભવ!
આ જીવન એટલે
ભાવભીનું ને ઊર્ધ્વ અભિમુખ ભીતર,
અનન્ય અવલોકન!
આ જીવન એટલે
સમૃધ્ધિમય સમર્પિત અસ્તિત્વ,
અમૂલ્ય જન્મ પ્રબંધન!
આ જીવન એટલે
‘મોરલી’ સ્થૂળથી
સુક્ષ્મ સફરની પૃષ્ઠભૂ,
અસીમ સમસ્ત પરિચય!
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૭, ૨૦૧૪
No comments:
Post a Comment