Thursday, 21 August 2014

આસુંની...


આસુંની પણ એક આગવી ઓળખ હોય છે.
ભલે બધાં સ્વાદે ખારાં, પણ જુદાં જુદાં ભાવોની, એમાં વાત હોય છે.

દુઃખની સાથે એનો બહુ અતૂટ નાતો હોય છે,
અસહ્ય લાગે, પછી માણસને એનો જ સહારો હોય છે.

સુખમાં એ જ્યારે વહે, ત્યારે ખુશીનો ભરાવો હોય છે,
અતિરેકમાં ઝિલાયેલું ઘણું, અવ્યક્ત બની, એમાં વહેતું હોય છે.

અહંકાર જ્યારે ઓળગે ત્યારે જાતજોડાણનો એ જ એક દેખીતો પુરાવો હોય છે,
અન્યોની વેદના-પીડામાં, સજળ થતાં નેત્રોમાં એ જ કરુણા હોય છે.

તીવ્ર અભિપ્સામાં રત યાચકનાં હ્રદય પોકારનાં એ જ સાક્ષી હોય છે.
પ્રભુદત્ત; ધરપત અને સુરક્ષાની ઊજવણીમાં એની અચૂક હાજરી હોય છે.

અદમ્ય દિવ્ય આનંદમાં લયલીન, વિલીનને પણ એ જ વાચા હોય છે,
ને મોરલી પ્રભુકૃપાની અનુભૂતિમાં પણ શબ્દ નહીં, અશ્રુધાર જ હોય છે


-         મોરલી પંડ્યા
ઓગસ્ટ , ૨૦૧૪



No comments:

Post a Comment