વર્ષાની છે રેલમછેલ
પણ ધરતી નીર માંગે
છે…
ભર્યાં ભર્યાં છે
છોડ
પણ હવા સુગંધ શોધે
છે…
છલ છલ છલકે જળ
પણ નદી વહેણ ઈચ્છે
છે…
ભીનું ભીનું છે
દિલ
પણ સામો આવકાર માંગે
છે…
પાનખરી બન્યું છે
મન
પણ આંખો આંસું શોધે
છે…
વસંતબહાર છે સુખ
પણ આત્મા શાંતિ
ઈચ્છે છે…
-
મોરલી મુનશી
ઓગસ્ટ ૩૧, ૧૯૮૭
No comments:
Post a Comment