ક્ષણેક્ષણ સર્જતું, અહીં તો
આ સર્જક વિશ્વ!
હાથ મૂક્યો એટલે કહેવાય અધિકાર!
બાકી અહીં તો અવિરત સર્જનમાં વિશ્વ!
નજરથી, જ્ઞાનથી સમજો કે
ખૂંપો કર્મથી!
એ વગર પણ સતત અહીં તો સર્જનમય વિશ્વ!
ખોબો ભરીને; ઊલેચો કે લો આચમન!
આમ પણ બસ નિરંતર અહીં
તો સર્જનનું વિશ્વ!
હું-મારું-અમે-અમારું-તમે-તમારું!
એ પછી પણ ઘણું બાકી, અહીં તો અમાપ સર્જનશીલ વિશ્વ!
મહાસર્જકના સર્જનમાં એક કણસમ માણસ, શું વિસાત?
‘મોરલી’ આ તો અનંતોમાં
બનતું-તૂટતું-ઘડાતું સર્જન આ વિશ્વ…
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ
૧૨, ૨૦૧૪
No comments:
Post a Comment