મા, તું જ મારી ગુરુ
ને તું જ મારા પ્રભુ!
તમ ચીંધ્યાં રાહ
પર ક્ષણ ક્ષણ ડગ ડગ ભરું...
ન ભાર ન આભાસ, બસ! લહેર બનીને
વહું,
તમ શ્વેતધાર કેરું બખ્તર! ને સ્વરૂપ તરબોળ પલળું…
ન મનસૂચન ન જગસંમત
બસ! આત્માસાદને સૂણું,
તમ અભેદ્ય રક્ષણ! ને ભવસાગર
નિશ્ચિંત તરું...
ન વિગત ન વિધિ,
બસ! પળ-પળ સંતૃપ્તિ શ્વસું,
ને ‘મોરલી’ એટલે જ! મા-પ્રભુ-ગુરુને
દંડવત શત-શત નમું…
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨, ૨૦૧૪
No comments:
Post a Comment