તમે જ આ જીવને આ સદીમાં
આવકાર આપ્યો,
એને કંઈક જન્મ-ચક્રોમાંથી જીવવાને વિષય આપ્યો,
એની પ્રગતિ-ગતિ માટે આ વિશ્વ આપ્યું,
એના વિકાસ-પ્રવાહને જોઈતો વેગ આપ્યો,
ને એથી જ તો,
એના માત-પિતા બની બાલસ્વરૂપ આપ્યું,
કુટુંબ-મિત્રો સંગ જીવન સુકાન મળ્યું,
મા-પ્રભુનું અનુસંધાન પુનઃજીવિત પામ્યું,
‘મોરલી’ ન ભૂલે
કદી એ જન્મદાતા અને
હશે એવા કંઈ કેટલા પૂર્વજન્મોના!
એ સર્વને અંતઃકરણથી વંદન...
અર્પણ... ઓ પ્રભુપરમ...
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ
૧૭, ૨૦૧૪
No comments:
Post a Comment