Thursday, 28 August 2014

ૐ શ્રી ગણેશાય નમઃ


ઓ શ્રી ગણેશ! ઓ ગૌરીશિવ પુત્ર!
દિન આજ તમારો ઊજવે વિશ્વ

વિનાયક, ગજાનન, ઓ વિઘ્નહર્તા!
બુદ્ધિ સંગ રિદ્ધિસિદ્ધિ બક્ષતા

પૂજા, શિક્ષા, યજ્ઞ કે કોઈ કાજ,
આરંભે તમ સ્મરણ હોય સદાય

મર્યાદા, વિઘ્ન, અડચણ, વિલંબ,
આજ ઓગળે સંગ ચતુર્થી-વિસર્જન...

ધરાવું આપને ચરણે મોદક ને મનન!
સ્વીકારો; પ્રસાદ ને મોરલી નમન!

-         મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૮, ૨૦૧૪

No comments:

Post a Comment