લોઢું બનીને પ્રહાર કરે તો
પણ મક્કમતાને નહીં
ડગાવી શકે,
આ તો નશો છે ટકી
રહેવાનો,
એને કોઈ થપાટો નહીં
તોડી શકે…
ઉબડ ખાબડ અંતરિયાળ
જોજનો!
તો પણ લક્ષ્ય નહીં
બદલી શકે,
આ તો નશો છે કેડી
ખેડવાનો,
એને પછી કોઈ જંગલ
નહીં ભૂસી શકે…
નીકળ્યાં જ છીએ
હવે! ‘મોરલી’ તો
પાંસરું નીકળવું
નહીં રોકી શકે,
આ તો નશો છે શ્રધ્ધા-કૃપા-વિશ્વાસ
ભર્યો,
એને કોઈ દુન્યવી
રીતો નહીં ભૂલાવી શકે…
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ ૨૪, ૨૦૧૪
No comments:
Post a Comment