Friday, 22 August 2014

વાત કરું ને...પછી કરું વાત તમને...

મોરલાં ટહૂક્યાંની વાત કરું ને
પછી પિછાણ થયાની તમને વાત કરું,
વીજળીઓ ચમક્યાંની વાત કરું ને
પછી કરું વાત દિલનાં ચમકારની.
કૂંપળ ફૂટ્યાંની વાત કરું ને
પછી અંકુર ફૂટ્યાની તમને વાત કરું,
વાદળ વરસવાની રાહ જોઉં ને
પછી જોઉં રાહ-વાટ અવસર-મિલનની.
ડાળીઓ ઉગ્યાંની વાત કરું ને
પછી દરિયાઓ ઊમટ્યાની તમને વાત કરું,
કળીઓ ફૂટ્યાં વાત કરું ને
પછી કરું વાત ઈનકાર-એકરારની.
ફૂલડાં ખીલ્યાંની વાત કરું ને
પછી સંબંધનાં બંધનની તમને વાત કરું,
વૃક્ષસમ પૂર્ણતાની વાત કરું ને
પછી કરું વાત સાંસારિક સ્વજનનાં સાથની.

ને પછી શું વાત કરું લીલાંછમ ઉદ્યાનની
કે પછી શું વાત કરું મઘમઘતા સંસારની

-         મોરલી મુનશી
ઓગસ્ટ , ૧૯૮૭


No comments:

Post a Comment