વિશ્વાસ એ મનનું માપદંડ!
એટલે એ એમ જ ના આવે, પણ મૂકવો પડે.
બુદ્ધિ થકી માપી-જોખીને, એક મોકો આપવો પડે,
ને પછી પ્રયત્નનાં જોરે બેસતો કરવો પડે.
મન-છળ એને શરૂ શરૂમાં, વિચલીત કરે,
ભલે ચેતતાં રહી, પણ કઠણ થઈ ભૂલવું પડે.
અવિશ્વાસ સાબિત કરતાં, પુરાવાઓ પણ શોધી બતાવે,
ને જો ટકાવવો હોય સંબંધ, તો દર વખતે દ્રઢ થવું રહે.
અથવા એક ટકાઉ, અતિ સહજ, સ્વયંભૂ,
વિશ્વાસુ રસ્તો પણ ખરો ‘મોરલી’!
જો હ્રદયથી કરુણા-સ્નેહ-મમતા-સન્માન દોર્યા વધો તો ભલભલાં
શંકાનાં વાદળોએ વિખરાવવું પડે ને પ્રેમ-મેઘ થઈ વરસવું-પલળવું પડે…
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ
૯, ૨૦૧૪
No comments:
Post a Comment