Tuesday, 5 August 2014

પળ પળ મૌન...

પળ પળ મૌન વાચાળ!
સ્થૂળનો નહીં, આ ઊર્ધ્વનો સંવાદ!

શબ્દો કહેનાર-ઝીલનાર નથી અહીં,
નથી રહ્યો ચીલાચાલુ વાર્તાલાપ!

જ્ઞાન-સમજનાં શબ્દો ઊભારતો,
આ તો પ્રકાશથી નિપજતો ઊચ્ચાર!

આત્મા સંચિત પ્રભુ-વાણી!
આ તો સમર્થ કૃપાવચન-ભર ઊદ્ગાર!

મધુર, સત્ય, કલ્યાણકારી નાદ!
આ તો મોરલી પ્રભુ બક્ષેલ સ્વરનો પ્રતાપ!

-         મોરલી પંડ્યા

ઓગસ્ટ , ૨૦૧૪

No comments:

Post a Comment