ગોવિંદ, માધવ, વાસુદેવ, કાનુડો, હરિ,
શ્રીકૃષ્ણ, પ્રભુ વિષ્ણુ, ઓ સર્વસ્વ! તમ રૂપો સંગે નામ વિવિધ…
લીધાં સર્વે અવતાર, યુગે યુગે
વિભિન્ન,
કૃષ્ણલીલા અદ્વિતીય, મનુષ્ય-ધર્મ કાજે, સદીઓથી
પ્રચલિત…
રુક્ષ્મણી, રાધા, ગોપી, મીરાં - દરેક સંબંધ, પ્રેમ-ભક્તિ
અતિરિક્ત,
વ્રજ, ગોકુળ, મથુરા, દ્વારકા - દરેક ધરતી તમથી પાવન-પુણ્યશીલ…
ભક્તિ જે ધરે, બાળ, શ્રીનાથ કે પુરુષોત્તમ કેરી, સાચી, ચોખ્ખી,
તેં માન્યો જેને સુદામો, એના ભવોભવ મજબૂત, ભરપૂર ને સુનિશ્ચિત…
હે પ્રભુ! હે શ્રીકૃષ્ણ! તમ પારણું
આજ ઝુલાવે વિશ્વ, ‘મોરલી’ પ્રફુલ્લિત!
ને સ્વીકારો પ્રસાદ અષ્ટમીનો - પંચાજીરી
ને પંચામૃત, સંગે મુજ પ્રેમ સમર્પિત …
-
મોરલી પંડ્યા
ઓગસ્ટ
૧૬, ૨૦૧૪
No comments:
Post a Comment