મા...તારું દર કાર્ય ઉત્સવ નિશ્ચિત!
નિરંતર, નિર્વિકલ્પ, નિર્ભાર તમ નિર્ણીત!
તારું
કાર્ય જ્યાં,
ત્યાં અનાયાસ તજવીજ!
અભિન્ન, સ્વાભાવિક, મૌલિક, તમ સુવિદિત!
તારું કાર્ય, ત્યાં હારબંધ ક્રિયાઓ ઉચિત,
આપોઆપ, એક પછી બીજી, કડી નિયોજિત!
તારું
કાર્ય, સ્વયંભૂ, સ્થાપિત, સિદ્ધ, સુવ્યવસ્થિત,
‘મોરલી’, એ જ ઘડાતું
જે હોય ઘટિત…
- મોરલી પંડ્યા
ઓક્ટોબર ૧, ૨૦૧૪