Sunday, 7 September 2014

ચેતના પથ!

સૂર્યપ્રકાશિત ચેતના પથ!
ન દેતો ફક્ત ઊર્ધ્વ ગતિ!

પણ જ્યાં જે રસ્તો કાપ્યો એ રહેતો સદાય ખેડવાને
અન્યોને, સહેલાઈથી પસાર કરવા થકી

કંઈક કેટલાય તત્વો મન-પ્રાણ-શરીર કોષ કેરા
જેણે જેટલાં પણ સર કર્યા એ સદાય રહેતાં રૂપાંતરીત

જિંદગીની ચઢાઈઓ જેણે જ્યાં જેટલી માત્રા-તીવ્રતામાં આટોપી
એ સર્વે સદાય રહેતી હાથ વગી માનવજાત માટે ભેટ બની

ને મોરલી જેણે જ્યાં જે સંજોગમાં પ્રભુની સહાય માંગી
ને દિશા પીંછાણી એ સદાય વહે નિરંતર પૃથ્વી ભણી

મોરલી પંડ્યા
સપ્ટેમ્બર , ૨૦૧૪


No comments:

Post a Comment