Sunday, 28 September 2014

મસ્તિષ્કમાંથી...


મસ્તિષ્કમાંથી હ્રદયમાં ઊતર્યાં છો,
મધ્યે સ્થાપિત! હવે અભિપ્રેત થયાં છો

ચતુરસ્વરૂપનો સુભગ સમન્વય!
હવે વલણ, વાતાવરણમાં સ્પંદિત થયાં છો

શક્તિ, સંજીવની, સૌંદર્ય, જ્ઞાન!
શૂન્ય આધારમાં હવે નવપલ્લિત થયાં છો

સર્વ કાર્ય માભગવતી કૃપાનું,
મોરલી’, તમ અન્યોન્ય પ્રતિબદ્ધ થયાં છો

નમન મા!

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૪


No comments:

Post a Comment