Friday, 19 September 2014

પધારો પ્રભુ...પધારો...


પધારો પ્રભુ આ જનલોકમાં
પધારો પ્રભુ આ જણનાં લોકમાં

પાલખીમાં બિરાજું ને ઊંચકો આ જાત-ભાર ને
વધારો આ જીવન, લક્ષ્ય ભણી, બની સૂત્રધાર...

વિઘ્નનાશક અગ્રે પાલખીની ને શુધ્ધ થાતો માર્ગ બાકી,
પાછળ હનુમંત રક્ષા ને પડખે - ડાબે જમણે મહાદેવ-હરિ...

જોઉં તો! પાલખી માનો ખોળો ને શિશુ મોરલી
ખિલખિલ, આશ્વસ્ત, સ્વસ્થ - ભવોભવ ને આ જીવન મહીં...

- મોરલી પંડ્યા

સપ્ટેમ્બર ૧૯, ૨૦૧૪


No comments:

Post a Comment