Thursday, 11 September 2014

દેદિપ્યમાન જ્યોતિપુંજ!

હે મા! દેદિપ્યમાન જ્યોતિપુંજ!
સભાનતા કે તું મમહ્રદયે બિરાજે,
આ સ્વરૂપે; શક્તિ, શાંતિ પરમે...

એ શક્તિ; અહંકાર નહીં પણ આત્મબળ રહે,
અંધકાર ચીરે નહીં પણ શાંત પ્રકાશમાં ઓલવે

એ શક્તિ; પ્રાણઅગ્નિનાં ઝંઝાવાતોમાં નહીં પણ મંદ, મૃદુ, મીઠી વહે,
બાહ્યપલટમાં રાચે નહીં પણ સ્વસ્થ-સશકત-લચીલું તન, શાંત-તેજમાં પ્રગટે...

મા આદ્યશક્તિ મારી!
ઝળહળતાં કિરણોથી સ્વરૂપમાં પ્રકાશતી રહે...જીવનઓજસ માણે...
એ શક્તિ હાજરીને મોરલી પ્રણામ! ને અંતરસ્થ, ચરણોમાં નમે...


No comments:

Post a Comment