હું તો ત્યાં જ છું.
સમય ક્ષણે પસાર થાય છે…
હું તો આજન્મ અવસ્પર્શ્ય છું.
સમય વહી, આરપાર જાય
છે…
હું તો અડીખમ સ્થાપિત છું.
સમય પારદર્શક થતો જાય છે…
હું તો ક્ષણે-ક્ષણે આનંદમય ‘મોરલી’!
સમય સમયવિહીન થતો જાય છે…
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૪
No comments:
Post a Comment