અબઘડી આ, તો બીજીએ બદલતો
કિરદાર!
સસ્મિત મુખે કે સજળ નયને, હરપળ તત્પર
તૈયાર!
જેવી મંચસજ્જા બદલાય ને પલટે રસ, સહજ બની અદાકાર!
ન જીવતો સાચ્ચું,
બની રહે એક ભૂમિકા ભજવનાર!
ઊતરે જ્યારે મુખોટો, ઠેકાણે
સાન ને આવે ભાન કે,
આ તો દરેક ક્ષણ છે રંગમંચ પ્રભુનો ને પ્રભુ જ નિર્દેશક સદાકાળ!
પછી ‘મોરલી’ સમજાય
કે ભાગે તો છે આ મામૂલી માત્ર કિરદાર,
ને પોતે તો છે અમથો જ કલાકાર!
-
મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧, ૨૦૧૪
No comments:
Post a Comment