માણસ જ્યારે ભક્ત બને
છે,
પ્રભુ માટે જગ જંગ
લડે છે,
મૂર્ખ નથી, એ જેટલો દેખાતો!
પ્રભુને સર્વ સોંપી
જતું કરે છે,
અહં, વાર, પ્રહાર, પ્રતિભાવ છોડી,
સાધક બની, પ્રભુને ધરે છે,
એ નિષ્ઠા-શ્રધ્ધા
આગળ ‘મોરલી’!
પ્રભુ પણ સહાય બને
છે,
ચૂપચાપ, નરમ, સમર્પિત
વિવેકી
બુદ્ધિ બાહુમાં
સ્વ-જોમ ભરે છે
સંગાથ સાથે સમય, સંચાર, સંજોગ
ને શક્તિ નિરંતર બક્ષે છે…
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર
૨૬, ૨૦૧૪
No comments:
Post a Comment