ક્ષણ ક્ષણમાં સૌંદર્ય
બેઠું છે!
ને પળવારમાં આનંદનું ઊછળવું છે!
સર્જન-વિસર્જનમાં સૌંદર્યનું હોવું છે!
ને રસ-નિરસ છતાં આનંદનું ઊગવું છે!
દ્રષ્ટિ-સમદ્રષ્ટિ-ઊર્ધ્વદ્રષ્ટિમાં સૌંદર્યનું ખૂલવું છે!
ને સક્રિય-નિષ્ક્રીય છતાં આનંદનું વહેવું છે!
આ સ્વરૂપમાં હોવું એ તો હવે સૌંદર્યનો જ જવાબ છે!
ને ‘મોરલી’ આ સ્વરૂપનું
હોવું એ પણ આનંદનો જ પર્યાય છે!
No comments:
Post a Comment