Saturday, 13 September 2014

આ લખાય છે...

આ લખાય છે એમાં કોઈ હું નથી,
કે વંચાય છે એ શબ્દો મારાં નથી,

આધ્યાત્મિકતા એ કોઈ વ્યક્તિની આવડત નથી,
કે કોઈ સામાન્ય બુદ્ધિનું પરિણામ નથી,
આ તો અગોચરથી ગોચરમાં અવતરતી ચેતના યાત્રા છે,
એમાં કોઈ ઊણપ-કચવાટને સ્થાન નથી...

આધ્યાત્મિકતા ભગવો મુખોટો નથી,
કે સંસાર નિષ્ફળ ભાગેડુનો પ્રતિશોધ નથી,
આ તો અભિગમ, વલણ, આચરણનો સમન્વય છે,
એમાં કોઈ પાપ-પુણ્ય-પ્રપંચનો માર્ગ નથી...

આધ્યાત્મિકતા, એ જાત-પ્રસંશકને વેગ નથી,
કે જાત-કેન્દ્રિતને ભેટ નથી,
આમાં તો જાત-શુધ્ધિથી જાત-ખોજની સફર છે,
એમાં કોઈ ટૂંકો-આડોઅવળો મોરલી ફાંટો નથી

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૪


No comments:

Post a Comment