Wednesday, 17 September 2014

પ્રભુ, હું આ જન્મમાં ન હોત તો?


કોઈ કોષ-જગતનાં ખુણે, અસ્વરૂપી સમુદાયમાં,
ફક્તઅનુભવ બની રહી હોત?

મન-પ્રાણ-શરીરનાં કંઈક કેટલાય,
સંચિત-પ્રારબ્ધ જીવવાને તકની રાહ જોતી હોત?

ગત જન્મોનાં કદાચ ભૂંસાતાં સ્મરણો,
વાગોળતી કે ભૂંસવાને ઝઝૂમતી હોત?

પણ પ્રભુ...અહીં જો આ જન્મમાં,
તારું રક્ષણ-સ્મરણ-અર્પણ છે એટલે એ અવસ્થામાં પણ...હોત?

હું અદ્શ્ય, તું અદ્શ્ય ને એ અદ્શ્યતામાં પણ સમર્પિત હોત
તારી કૃપા સાથે એમાં પણ પ્રકાશ લઈ જીવંત હોત

તમ ચેતનાપટમાં વહેવું, પછી ક્યાં, કયું સ્વરૂપ કે જન્મ-અજન્મ?
મોરલી બસ! બધે, બધું પ્રભુનું કાર્ય ને બસ 'હોવું'... હોત

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૪


No comments:

Post a Comment