આ વ્યક્તિનું સૌંદર્ય કોણ છીનવી શકે?
આ તો આત્માની સુંદરતા
છલકે છે.
એ તેજ કાંતિ કોઈ પણ, થોડું
ઝીરવી શકે?
જન્મે-જન્મે તાર-તાર થાતો, કેળવાતો આત્મા-પ્રભાવ
કોણ છીનવી શકે?
એનાં સીંચ્યાં જન્મોનાં સંસ્કારનું પરિણામ છે,
એ શિક્ષા કોઈ પણ, મન-પ્રાણ-હ્રદય
થોડું પચાવી શકે?
આ તો ‘મોરલી’ વર્ષોથી સંગીત સાધનામાં જીવતાં ગાયક જેવી વાત છે.
રિયાઝ, મહાવરો
ને સુર-સ્વરની સમજ, ગાયકીમાં પકડ લાવતાં હોય છે.
એને કોઈ પણ, એ જ જમાવટ અને
અંતર્ધાનથી થોડું ગાઈ શકે?
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૯, ૨૦૧૪
No comments:
Post a Comment