Thursday, 4 September 2014

જીવાતાં કેટલાં જગતો!


પ્રત્યેક જણમાં જીવાતાં કેટલાં જગતો!

વિચારથી મૌન વચ્ચે વ્યક્ત થતું મનોજગત,
કામનાથી શાંતિ વચ્ચે ચક્કર લેતું પ્રાણજગત,
ડરથી પ્રેમ વચ્ચે વહેંચાયેલું તરબોળ ભાવજગત,
સુસ્તિથી સ્ફુર્તિ વચ્ચે અટવાયેલું શરીરજગત,
મૌન, શાંતિ, પ્રેમ, સ્ફુર્તિ સાથે આનંદ ને સૌંદર્ય
ભર્યું પ્રભુસમર્પિત આધ્યાત્મિક જગત...

મોરલી સર્વોત્તમ જગત!

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર , ૨૦૧૪



No comments:

Post a Comment