Tuesday, 23 September 2014

બિરાજેલ તું મહીં...


કેવાં કેવાં રૂપે બિરાજેલ તું મહીં!
આ સ્વરૂપમાં સમેટાઈને, ઊભરાય તું અહીં

નિજાનંદ નિમગ્ન નિર્લેપ સમૃધ્ધ વહેતું મહીં!
આ સ્વરૂપમાં તમ શક્તિ-દિવ્ય જીવતું અહીં

સૌંદર્ય, શુધ્ધિ, મુક્તિ તમ ભેટ મહીં!
આ સ્વરૂપમાં ઝગમગ, તેજસ્વી તંતુ અહીં

મોરલી નમે! જન્મોસંચિત હ્રદયસ્થ માને મહીં!
આ સ્વરૂપ માણે વારસો, જે જીવાય અહીં

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર ૨૩, ૨૦૧૪


No comments:

Post a Comment