Wednesday, 3 September 2014

ક્યાં ખબર હતી!


પ્રભુ, ક્યાં ખબર હતી કે આ જીવન બનશે શરણું તારું!
તારી જ દીધેલી પાંખે ઊડું ને બને એ આસમાન તારું!

કણ-કણ હવાનાં ભરું ને બને શ્વાસનું વહન તારું!
ધબકતું આ હ્રદય ને એમાં ઊર્મિશીલ સાગર તારું!

તમ રચ્યાં આ જણ-જીવન, પછી શું રહ્યું કંઈ કહેવા-કરવાનું?
મુક્તિ, શાંતિ ને મોરલી પરમ આનંદ! બસ! હવે મહાલવાનું

પ્રભુ...આનંદ...આનંદ...આનંદ...
ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર  , ૨૦૧૪



No comments:

Post a Comment