Sunday, 10 April 2016

આ આંખમાં ખરી...


આ આંખમાં ખરી ઈન્દ્રિય ભરી!
ખુલ્લી રાખું તો અનુભવ ભણી,
બંધ આંખે નરી નવી અનુભૂતી!

ચેતાતંત્ર સાથે ખરી જોડી દીધી!
ખુલ્લી રહે દ્રશ્ય ઝડપે ઘડીઘડી!
બંધ રહ્યે ઊકેલે આંતરદ્રષ્ટિ!

ભાવવિશ્વ સૂચવે આ સક્રિય કડી!
નવેય અહીંથી ખુલી ઊઠે, જો પ્રેમી!
ભક્તિ મુક્તિ ઝરે થકી અંત:શક્તિ!

નથી ફક્ત દેખીતી કે સૌંદર્યરસિક!
અર્પણ પછી મળતી, મહામૂલી 'મોરલી'
નવીન વિશ્વ ઊતારવાને ઈન્દ્રિય નવી!

- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬

Flower name: Wild Ginger (Costus speciosus)
Significance: Revelation 

No comments:

Post a Comment