Monday, 18 April 2016

બાકી બધું જ વહે છે...


બધુંજ વહે છે એક જ પ્રવાહમાં
અટક્યું, ખટક્યું સરક્યું 
લાગે બધું એ મન સારમાં!
બાકી બધું જ વહે છે...

સમયો જૂનું, વહેતા સમયમાં
મપાતો વધતો  પકડાતો
લાગતો  એવો માણસ રાજમાં!
બાકી બધું જ વહે છે...

પેઢીઓ જીવે પેઢી જનમવાં
ઊછરી વિકસી સમેટાય ને 
આવે ઓઢી નવી ખોળમાં!
બાકી બધું જ વહે છે...

માર્ગ, ફાંટા, બહોળા, સાંકડા
એ પ્રવાહ વહાવ સ્વભાવ
નિર્મી મૂક્યું અનંતથી અનંતોમાં!
બાકી બધું જ વહે છે...

સર્જન, સ્પંદન, શ્વસન લયમાં
ઊઠતું ગુંજતું શમતું સર્વદા
નમે 'મોરલી' હે પ્રચંડ દિવ્યતા!
બાકી બધું જ વહે છે...

- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬

Flower Name: Henna (Lawsonia inermis,
Mignonette tree)
Significance: Energy Turned towards the Divine
The power of realisation offers itself in service to the Divine

No comments:

Post a Comment