Thursday, 14 April 2016

બંન્ને છે...


પ્રેમ અને પશુતા,
બંન્ને છે અંદર ધરબાયાં,
સમયે, સંજોગે
બને અભિગમ પડછાયાં.

આભા અને હિંસા,
બંન્ને ભીતરથી ઊભરતાં,
પસંદ ને વર્તનથી
બને વ્યક્તિત્વનાં પાયાં.

સમજ અને દંભખોખાં,
બંન્ને છે દેહ મધ્યે બેઠેલાં,
જ્ઞાન ને પ્રભાવે
બને વલણ હાથવગાં.

સતતા અને મોહરાં,
બંન્ને છે અંતરને આકર્ષતા,
સમર્પણ ને અવતરણે
બને સાધનનાં પાસાં.

દરેકનાં અંતિમ છેડાં,
બંન્ને છે વ્યક્તિમાં જીવતાં,
જેવાં પ્રભુમાર્ગે વળ્યાં
રહે ફકત 'મોરલી' શાંતિ-કૃપા.

- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬

Flower Name: Eulophia
Significance: Exclusive Turning of All movements towards the Divine

No comments:

Post a Comment