આ અગ્નિ શાતા છે,
પ્રજ્વળી એ હ્રદયગર્ભેથી
સત્ય અંકુરને જીવ દે!
આ અગ્નિ જ્ઞાતા છે,
જ્વાળા ઊઠી હ્રદયગર્ભેથી
જ્ઞાનસરવાણીને જીવ દે!
આ અગ્નિ પરમાત્મા છે,
શક્તિરૂપ હ્રદયગર્ભેથી
તેજજ્યોતિને જીવ દે!
આ અગ્નિ નિરૂપા છે,
પરમસ્વરૂપા હ્રદયગર્ભેથી
કારુણ્યને જીવ દે!
આ અગ્નિ નિર્વાણ છે,
સાથ સંધાન હ્રદયગર્ભેથી
'મોરલી' દિવ્યકૃપાને જીવ દે!
નમન પ્રભુ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૬
Flower Name: Maple (Acer)
Significance: Flame of Aspiration
A flame that illuminates but does not burns
No comments:
Post a Comment